લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ,યુપીના સહારનપુર અને રાજસ્થાનના અજમેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા
Live TV
-
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બીજેપી ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે.
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જનસભા સંબોધિત કરશે. સહારનપુર સંસદીય ક્ષેત્રથી બીજેપી ઉમેદવાર રાઘવ લખનપાલ અને કેરાના સંસદીય ક્ષેત્રના બીજેપી ઉમેદવાર પ્રદીપ ચૌધરીના સમર્થનમાં રેલીને સંબોધિત કરશે.. ત્યારબાદ બપોરે રાજસ્થાનના અજમેર જિલ્લાના પુષ્કર પાસે પણ ચૂંટણી રેલી સંબોધિત કરશે. અજમેર અને પુષ્કરથી બીજેપીના ઉમેદવારોના સમર્થનમાં આ રેલી કરવામાં આવી રહી છે. ભાજપે અજમેરમાં ભગીરથ ચૌધરીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજસ્થાનમાં આ ત્રીજી જનસભા છે. તો બીજી તરફ આજે સાંજે ગાઝિયાબાદમાં રોડ શો કરશે. મહત્વનું છે કે ગાઝિયાબાદમાં ભાજપના ઉમેદવાર અતુલ ગર છે.
જે.પી નડ્ડા કેરળમાં કરશે પ્રચાર
લોકસભા ચૂંટણીને લઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.. ત્યારે કેરળના કોઝિકોડમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે. પી. નડ્ડા રોડ શો કરશે. કોઝિકોડના દેવી જંકશન થી શરૂ થઈને ભાજપ અધ્યક્ષનો રોડ શો બુધાલા કકલૂમ સુધી યોજાશે..મહત્વનું છે કે ભાજપે કોઝિકોડથી એમ.ટી.રમેશને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ તેલંગાણામાં આજે 'કલ્યાણ ગેરંટી' ની જાહેરાત કરશે.. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આ અવસરે હાજર રહેશે.. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે નવી દિલ્હીમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો..
જયપુરમાં કોંગ્રેસની ચૂંટણી રેલી
તો બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણીને લઇને પ્રચાર અભિયાનમાં વ્યસ્ત બન્યું છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરા 'ન્યાય પત્ર'ને લઇને જનતા સમક્ષ જશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પ્રચારનો મોરચો સંભાળશે. સોનિયા ગાંધી જયપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. કોંગ્રેસ જનસભા યોજીને પ્રદેશની 6 બેઠકને જીતવાનો પ્રયાસ કરશે.