ભારતના વધતા જતાં મહત્વ ઉપર રાષ્ટ્રીય સલામતી સલાહકારે ભાર મૂક્યો
Live TV
-
રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે પુરવઠાની શ્રેણીમાં વિશ્વસનિય ભાગીદાર અને વૈશ્વિક ટેકનોલોજી મૂલ્ય શ્રેણીમાં યોગદાન અંગે ભારતના વધતા જતાં મહત્વ ઉપર ભાર મૂક્યો છે. ગઈકાલે વોશિંગ્ટનમાં મહત્વની અને ઉભરતી જતી ટેકનોલોજી માટેની અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને ભારત વેપાર પરિષદ દ્વારા આયોજિત બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે અદ્યતન ટેકનોલોજી સરળતાથી મળી શકે તે હેતુથી નિકાસ પરના નિયંત્રણો હળવા બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે અમેરિકાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક સાથે પણ મંત્રણા કરી હતી
