Skip to main content
Settings Settings for Dark

મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત

Live TV

X
  • મેઘાલય વિધાનસભાની આગામી 27 મી ફેબ્રુઆરીએ યોજાનારી ચુંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ થયો છે. ઉમેદવારી પત્રો સાતમી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. ૮ મીએ તેમની ચકાસણી થશે. ઉમેદવારી પત્રો પાછા ખેચવાની છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી છે. વિધાનસભાની 60 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની આ ચુંટણીમાં 21 લાખ, ૬૧ હજાર 129 મતદારો, મતાધિકાર ધરાવે છે.

    ​નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડતાં વિધાનસભાની 60 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ છે. ઉમેદવારીપત્રો 7મી ફેબ્રુઆરી સુધી ભરી શકશે, 8મી ફેબ્રુઆરીએ તેમની ચકાસણી થશે અને 10મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આગામી 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને બીજી માર્ચે મતગણતરી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply