Skip to main content
Settings Settings for Dark

ભારતની G-20 અધ્યક્ષતા અંતર્ગત આજથી પુણેમાં ચોથી શિક્ષા કાર્યસમિતિની બેઠક યોજાશે

Live TV

X
  • બેઠકમાં સાક્ષરતા, બહુ ભાષાવાદ અને શિક્ષકોની ક્ષમતા નિર્માણના સંબધો પર મંથન થશે

    ભારતની G-20 અધ્યક્ષતા અંતર્ગત આજથી પુણેમાં ચોથી શિક્ષા કાર્યસમિતિની બેઠક યોજાશે.બેઠકમાં પ્રતિષ્ઠિત સંગઠનોના 85 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. આ બેઠક દરમ્યાન શિક્ષણ, ડિજીટલ ગતિવિધિઓ, અનુસંધાન અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં બહેતર કાર્યો પર મલ્ટીમીડિયા પ્રદર્શનનું  આયોજન કરાયું છે.

    આ ઉપરાંત હેરીટેજ વોક અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  જેવા કાર્યક્રમના આયોજન દ્વારા પ્રતિનિધિઓને પુણેના જીવંત સાંસ્કૃતિક વારસા અને કલા વિશે જાણવાનો મોકો મળશે. તો તમિલનાડુના મહાબલિપુરમમાં જી -20 ની સસ્ટેનેબલ ફાઇનાન્સ વર્કિંગ ગ્રુપની બેઠક ચાલી રહી છે. બેઠકમાં હરિત અને ઓછી કાર્બન ઉત્સર્જન તકનીકોના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા નીતિના પગલાં અને નાણાંકીય સાધનો પર ચર્ચા કરાઈ હતી.  

    તો ગોવામાં ચાલી રહેલી જી -20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની આજે છેલ્લી બેઠક ચાલી રહી છે. બેઠકમાં સતત વિકાસ લક્ષ્ય હાંસલ કરવા રોડમેપ તૈયાર કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply