ભારતનું કોવિડ-19 રસીકરણ 169.46 કરોડને પાર
Live TV
-
છેલ્લા 24 કલાકમાં 45 લાખ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 લાખ રસી ડોઝના સાથે ભારતનું કોવિડ -19 રસીકરણ 169.46 કરોડના આંકને વટાવી ગયું છે. જે 1,87,79,150 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,04,61,148 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,13,246 દર્દીઓ સાજા થયા છે. જેથી એકંદરે સાજા થવાનો દર 95.91% થયો છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,48,513 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 74.01 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 10.20% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 7.42% નોંધાયો છે.
