ભારતને મજબૂત અર્થતંત્ર અને સમસ્યાઓ હલ કરનાર તરીકે જોવામાં આવે છે: ડૉ. એસ. જયશંકર
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે, ભારતને એક મજબૂત અર્થતંત્ર અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જોવામાં આવે છે. તેમણે કહ્યું કે, નવી દિલ્હી પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે તેને સમસ્યાઓ હલ કરનાર તરીકે જોવામાં આવે છે. ગઈકાલે 30 ડિસેમ્બરે સાયપ્રસના લાર્નાકા ખાતે ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન તેમણે આ વાત કહી હતી.
જયશંકરે કહ્યું, તેઓ મુત્સદ્દીગીરી અને વિદેશ નીતિમાં મક્કમતામાં વિશ્વાસ રાખે છે. ડૉ. જયશંકરે કહ્યું કે, મુખ્ય મુદ્દાઓ પર કોઈ સમાધાન નથી. પાકિસ્તાનનો આડકતરો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતને "વાટાઘાટના ટેબલ" પર દબાણ કરવા માટે આતંકવાદનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાતો નથી. મંત્રીએ જયશંકરે કહ્યું કે, ભારત દરેક દેશ સાથે સારા પડોશી સંબંધો ઈચ્છે છે પરંતુ, સારા પડોશી સંબંધોનો અર્થ એ નથી કે બહાનું કાઢવું અને આતંકવાદને તર્કસંગત બનાવવો.
ચીન સાથેના સંબંધો પર વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, તેઓ સામાન્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત એકપક્ષીય રીતે વાસ્તવિક નિયંત્રણ રેખાને બદલવાના કોઈપણ પ્રયાસ માટે સહમત થશે નહીં. તેમણે કહ્યું, દેશ તેની સરહદો પર પડકારોનો સામનો કરી રહ્યો છે અને કોવિડ સમયગાળા દરમિયાન આ પડકારો વધુ તીવ્ર બન્યા છે.
ભારતીય ડાયસ્પોરા વિશે, ડૉ. જયશંકરે કહ્યું કે, મોદી સરકાર શરૂઆતથી જ ખૂબ જ સ્પષ્ટ છે કે વિદેશમાં રહેતા ભારતીયો માતૃભૂમિની શક્તિનો મોટો સ્ત્રોત છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતની જવાબદારી ખરેખર તેમની સંભાળ લેવાની છે.
