Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 53 હજારને પાર : આરોગ્ય મંત્રાલય

Live TV

X
  • આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં કોરોના વાઈરસના સક્રિય કેસની સંખ્યા વધીને 53 હજાર 35 થઇ ચુકી છે. જ્યારે 30 હજાર 152 જેટલાં લોકો સારવારને અંતે સંક્રમણથી મુક્ત થઇને પુનઃ સ્વસ્થ થયા છે. 

    કોરોના વાઈરસ ના કારણે અત્યાર સુધીમાં 2 હજાર 752 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે જાહેર કરવામાં આવેલાં દીશા-નિર્દેશોનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી છે. 

    આ સાથે જ વિશ્વભરમાં અત્યાર સુધીમાં કુલ 46 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. મૃતકોની સંખ્યા ત્રણ લાખ 8 હજારને પાર પહોંચી ચુકી છે. સંક્રમણ મહામારીનો સૌથી વધુ ભોગ બનેલા અમેરિકામાં 14 લાખ 84 હજાર 285 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. અમેરિકામાં કોરોના વાયરસ 88 હજાર 507 લોકોનો ભોગ લઇ ચુક્યો છે. રશિયામાં પણ કોવિડ-19 કેસ ઝડપથી વધી રહ્યા છે. 

    કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં રશિયા અમેરિકા પછીના ક્રમે આવી ગયું છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા બે લાખ 62 હજારને પાર થઇ ચુકી છે. વાયરસ રશિયામાં 2 હજાર 418 લોકોનો ભોગ લઇ ચુક્યો છે.મોસ્કો મહામારીનું હોટસ્પોટ બની ચુક્યું છે. સ્પેનમાં મૃતકોની સંખ્યા ,27 હજારને પાર થઇ ચુકી છે. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા , 2 લાખ 74 હજારને પાર કરી ચુકી છે. 

    સ્પેને કોરોનાને કારણે અમલી લોકડાઉનમાં છુટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. જૂનના અંતમાં પ્રતિબંધોને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ફ્રાન્સમાં કુલ મૃત્યુઆંક 27 હજારને વટાવી ચુક્યો છે. ફ્રાન્સમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 78 હજારને પાર થઇ ચુકી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply