વતન પરત ફરી રહેલાં શ્રમિકોને પગપાળા ન જવા દે તંત્ર, ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ
Live TV
-
શ્રમિકોની વતન વાપસી માટે સરકાર દ્વારા બસો ઉપરાંત 100 વિશેષ શ્રમિક ટ્રેન રોજ દોડાવવામાં આવી રહી છે
કેન્દ્ર સરકારે ફરી પ્રવાસી શ્રમિકો પ્રતિ પોતાની ચિંતા જાહેર કરી છે. ગૃહમંત્રાલયે રાજ્યોને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, વતન વાપસી માટે શ્રમિકોને પગપાળા ના ચાલવું પડે, કારણ કે શ્રમિકોની વતન વાપસી માટે સરકાર દ્વારા બસો ઉપરાંત 100 વિશેષ શ્રમિક ટ્રેન રોજ દોડાવવામાં આવી રહી છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહ્યું છે કે, શ્રમિકોને પગપાળા ચાલવાની નોબત ના આવે, તે હેતુસર લોકોને કેન્દ્ર સરકારે કરેલી વ્યવસ્થાથી વાકેફ કરવા જોઇએ.
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શ્રમિકોને વતન વાપસી માટે બસ કે ટ્રેન ના મળે ત્યાં સુધી તેમને શેલ્ટરહોમમાં રાખીને ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગૃહ સચિવે જણાવ્યું હતું કે, શ્રમિકોની વતન વાપસી માટે જરૂર જણાશે તો રેલવે મંત્રાલય વધુ શ્રમિક ટ્રેન પણ ચલાવશે.
