ભારતમાં હજુ શરૂ નથી થયું કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનઃ સ્વાસ્થય મંત્રી
Live TV
-
દુનિયાભરમા કોવિડ-19 સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડ 20 લાખને પાર.
દેશમાં કોરાનાથી સાજા થવાનો દર , વધીને થયો 62.8 ટકા થઇ ગયો છે. હાલ દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા, 2 લાખ, 64 હજાર 944 છે જ્યારે 4,56,830 લોકો કોરોનાને માત આપીને સાજા થઇ ચૂક્યાં છે. તો ભારતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 7 લાખ 42 હજાર 417 એ પહોંચી ચૂકી છે. કોવિડ 19થી મરનારાઓની સંખ્યા 20 હજાર 642 પર પહોંચી ગઈ છે.
જેને ધ્યાનમાં રાખીને , કોવિડ 19ને લઇને કેન્દ્ર સરકારના પ્રયાસોને મજબુત બનાવવા માટે , દિલ્હી સ્થિત એમ્સ, રાજ્યોના ડોક્ટર્સને ટેલી-કંન્સલ્ટેશન દ્વારા દિશા નિર્દેશ આપવાનું કાર્ય , હાથ ધરશે. તો બીજી તરફ કોરોના સંક્રમણના વધી રહેલા કેસને કારણે, બિહારની રાજધાની પટણામાં એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
જે મુજબ પટણામાં 10 જુલાઈથી 16 જુલાઈ સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. તામિલનાડુના વીજળી મંત્રી, અન્નાદ્રમુક નેતા, પી થંગમણેનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
