નૌસેનાનું સમુદ્ર સેતુ અભિયાન સફળ, 3952 ભારતીયોને સમુદ્ર માર્ગે પરત લવાયાં
Live TV
-
ભારતીય નૌસેનાનું ઓપરેશન સમુદ્ર સેતુ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.
કોરોના સંકટના કારણે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે નૌસેનાએ ગત 5 મેના રોજ આ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન અંતર્ગત 3 હજાર 952 જેટલાં ભારતીયોને સમુદ્ર માર્ગેથી ભારત પરત લાવવામાં આવ્યા હતાં.
ભારતીય નૌસૈનાના INS જલાશ્વ., INS ઐરાવત.,INS મગર અને INS શાર્દૂલ જેવાં જહાંજોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. 55 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન સમુદ્ર માર્ગે 23 હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં આવ્યું હતું.
