ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેત, હાલના સમયમાં આર્થિક વૃદ્ધિ કરવી સરકારની પ્રથમિકતા: RBI ગવર્નર
Live TV
-
ભારતીય મધ્યસ્થ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે 7th SBI Banking and Economic Conclaveમાં કહ્યું કે કોવિડ-19 એ છેલ્લા 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેમણે જણાવ્યુ કે, સારી વાત એ છે કે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. દેશમાં આર્થિક લેવડ-દેવડ સામાન્ય સ્થિતિમાં પહોંચી છે. પરંતુ આ સમયે બેંકોએ પોતાના રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.તેમણે કહ્યું કે હાલના સમયમાં આર્થિક વૃદ્ધિ કરવી સરકારની પ્રથમિકતા છે.શક્તિકાંત દાસે એમ પણ ઉમેર્યું કે ભારતીય રિઝર્વ બેંકે આપણી આર્થિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવા, હાલના સંકટમાં અર્થવ્યવસ્થાને સહયોગ આપવા અનેક પગલા ભર્યા છે. મધ્યાવધિ માટે આરબીઆઈના નીતિગત પગલામાં એ વાતનું સાવધાનીપૂર્વકનું આકલન કરવું પડશે કે સંકટ ક્યું રુપ લે છે. અને આ સંકટ સમયમાં ભારતીય કંપનીઓ અને ઉદ્યોગોએ સારુ કામ કર્યુ છે.નોંધનીય છે કે ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશ કુમારે શુક્રવારે કહ્યુ હતુ કે લોન ચૂકવવા માટે મોરોટોરિયમ અંગે અક્રોસ ધ બોર્ડ વિસ્તારની જરૂર નથી. જોકે, તેમણે એવું પણ કહ્યું કે અમુક ક્ષેત્રમાં હજુ પણ સહાયની જરૂર છે, તેમજ ભારતીય રિઝર્વ બેંક આ દિશામાં યોગ્ય પગલાં ભરશે.
