Skip to main content
Settings Settings for Dark

આગામી 48 કલાકમાં ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

Live TV

X
  • પુર અસરગ્રસ્ત આસામની સ્થિતિમાં હવે ધીરી ધીરે સુધારો જોવા મળી રહ્યો છે. જોકે ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદને પગલે ફરી બ્રહ્મપુત્ર નદી સહિત રાજ્યની અનેક નાની મોટી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. રાજ્યના 33 માંથી 14 જિલ્લા પૂર અસરગ્રસ્ત છે, તેમાંથી રાજ્યનો ધેમાજી જિલ્લો પુરથી ખુબજ અસરગ્રસ્ત થયો છે. ત્યારબાદ લખીમ પુરના 6 ગામ એવા છે. જે બેટમાં ફેરવાયા છે. રાજ્યમાં પુર પ્રકોપના કારણે 40 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 46 હજાર હેક્ટરમાં વાવેતર કરાયેલા કૃષિ પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તંત્ર દ્વારા પૂર જોશમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના અનેક રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ અરૂણાચલ પ્રદેશના ઈટાનગર અને પાપુમ પારે જિલ્લામાં થયેલા ભૂસ્ખલનના કારણે 1 મહિલા અને 1 બાળક સહિત આઠ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ કરૂણ ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં થયેલી ભૂસ્ખ્લનની ઘટનાઓને લઈને સંવેદન વ્યક્ત કરી ટ્વિટ સંદેશ દ્વારા માહિતી આપી હતી કે અસરગ્રસતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.

    દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 12 અને 13 જૂલાઇએ નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ , જૂનાગઢ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply