ભારતીય નૌસેનાને રડારની પકડથી બચવામાં સક્ષમ INS કરંજ સબમરીનની ભેટ મળી
Live TV
-
ભારતીય નૌસેના હવે વધુ મજબુત અને શક્તિશાળી થઈ ગઈ છે. સ્કોર્પીન શ્રેણીની ત્રીજી સબમરીન INS કરંજનો વિધિવત રીતે ભારતીય નૌસેનામાં સમાવેશ કરાયો છે.
ભારતીય નૌસેના હવે વધુ મજબુત અને શક્તિશાળી થઈ ગઈ છે. સ્કોર્પીન શ્રેણીની ત્રીજી સબમરીન INS કરંજનો વિધિવત રીતે ભારતીય નૌસેનામાં સમાવેશ કરાયો છે.
દરિયાઈ સરહદોને વધુ મજબુત કરવાની દીશામાં સબમરીન INS કરંજની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. સબમરીન INS કરંજ માત્ર ગણતરીની મિનિટોમાં પોતાના લક્ષ્યને ભેદવાની ક્ષમતા ધરાવે છે. INS કરંજ સમુદ્રની અંદર અને જળસપાટી ઉપરથી ટોરપીડો અને ટ્યૂબ લોન્ચ મિસાઈલો પણ છોડી શકવામાં સક્ષમ છે. આ ઉપરાંત INS કરંજમાં એન્ટી સબમરીન, એન્ટી સરફેસ વૉરફેર, માઈન લેગિંગ, જેવા અનેક મિશનોને ભેદવાની ક્ષમતા ધરાવે છે. આ સબમરીન રડારની પકડથી બચવામાં સક્ષમ છે અને જમીન પર પણ હુમલો કરી શકે છે.