ભારતીય વાયુસેનાની શાન પાંચ રાફેલ યુદ્ધ વિમાન ભારત આવ્યા
Live TV
-
પવનના સુસવાટા અને આંખના પલકારામાં જ એક પછી એક પાંચ રાફેલ વિમાને માં ભારતીના ચરણોને સ્પર્શ કર્યા..ભારતીય વાયુસેનાની શાન એવા પાંચેય રાફેલ યુદ્વ વિમાનોએ અંબાલા એરબેઝ પર બપોરે ગ્રાંડ લેન્ડિગ કર્યું હતું...રાફેલની સિંહ ગર્જનાથી અંબાલા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતનું આકાશ ગુંજી ઉઠ્યું હતું...
પવનના સુસવાટા અને આંખના પલકારામાં જ એક પછી એક પાંચ રાફેલ વિમાને માં ભારતીના ચરણોને સ્પર્શ કર્યા..ભારતીય વાયુસેનાની શાન એવા પાંચેય રાફેલ યુદ્વ વિમાનોએ અંબાલા એરબેઝ પર બપોરે ગ્રાંડ લેન્ડિગ કર્યું હતું...રાફેલની સિંહ ગર્જનાથી અંબાલા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતનું આકાશ ગુંજી ઉઠ્યું હતું...અંબાલા પહોંચતાની સાથે જ આ ફાઈટર જેટને વોટર સેલ્યૂટ આપવામાં આવી હતી. આ પહેલાં રાફેલ ફાઈટર જેટ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કરતાં જ બે સુખોઈ વિમાનોએ રાફેલને સુરક્ષાચક્ર પૂરું પાડ્યું હતું. આ સાથે ભારતમાં આગમનની સાથે જ નેવીએ પણ રેડિયો સંપર્ક સ્થાપિત કરી હટકે અંદાજમાં પાંચેય જેટનું સ્વાગત કર્યું.
આ ગૌરવપૂર્ણ દિવસ પર સંરક્ષણમંત્રી રાજથાનસિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે, સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. આ માટે સંરક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને વાયુસેનાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરો તેના લક્ષ્યમાં સફળતા મેળવશે. તેમજ ભારતીય વાયુસેનામાં રાફેલ ફાઇટર જેટનો સમાવેશ થવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, પ્રધાનંમત્રીની હિંમત અને સાહસને કારણે જ આ કાર્ય શક્ય બન્યું છે...તો સંરક્ષણમંત્રીએ ટ્વીટ કરીને આવી મહામારીના સમયમાં સમયસર રાફેલ એરક્રાફ્ટ અને તેના વેપન્સની ડિલીવરી આપવા બદલ ફ્રાન્સ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો....
પાંચેય રાફેલ ફાઇટર જેટનું સફળતાપૂર્વક અંબાલા એરબેઝ સ્મૂથ લેન્ડિગ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કર્યું હતું...તેમણે પોતાના ટવીટમાં લખ્યું કે, રાષ્ટ્ર રક્ષાથી વધીને ન કોઈ પુણ્ય છે, ન કોઈ વ્રત છે, ન કોઈ યજ્ઞ છે....
અંબાલા વાયુસેના કેન્દ્ર પર રાફેલનું વોટર કેનન સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું...ભારતીય વાયુ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ આ વિમાનોની સાથે બે સુખોઈ સુપરસોનિક વિમાનોએ પણ ઉડાન ભરી હતી.. લેડિંગ પહેલાં પાંચ રાફેલે અંબાલા એરબેસની હવાની પરિક્રમા કરી. વોટર ગન સેલ્યૂટ દ્વારા અંબાલામાં ઇતિહાસ રચતાં રાફેલનું સ્વાગત કરવામાં આવ્યું.
