ભારતીય વાયુસેનાનો સૌથી મોટા યુદ્ધાભ્યાસ ગગન શક્તિ 2018ની દિલધડક તસ્વીરો
Live TV
-
ગાજીયાબાદના હિન્ડોન એરબેઝ પર 15 દિવસ સુધી ચાલશે આ યુદ્ધાભ્યાસ
ભારતીય વાયુસેના અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ગગન શક્તિ 2018ની શરુઆત કરી દીધી છે..ગાજીયાબાદના હિન્ડોન એરબેઝ પર 15 દિવસ સુધી ચાલનારા આ યુદ્ધાભ્યાસમાં દેશની ઉત્તરી અને પૂર્વીય સરહદો પર ખાસ ધ્યાન આપવામાં આવશે..આ અભ્યાસમાં વાયુસેનાના તમામ ઓપરેશનલ કમાન્ડની ટીમો ભાગ લઈ રહી છે..અભ્યાસ દરમિયાન એર સપોર્ટ, નેટવર્કિંગ સેંટ્રીક વૉરફેયર, હુમલો, કાઉન્ટર અટેક,સેનાના બીજા અન્ય અંગો સાથે સંયુક્ત ઓપરેશન જેવી બાબતો પર ફોકસ આપવામાં આવશે..દેશમાં જ બનેલા સ્વદેશી તેજસ પહેલી વાર કોઈ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે..સાથે જ સુખોઈ-30, મિગ 21, મિગ-29, જગુઆર અને મિરાજ જેવા એરફોર્સના 500થી વધુ લડાકૂ વિમાનની તાકાત પણ આ યુદ્ધાભ્યાસમાં જોવા મળશે..આ દરમિયાન વાયુસેના પોતીના અને દુશ્મનની વાયુસેના તૈયાર કરશે..એટલે કે રેડ ફોર્સ , બ્લુ ફોર્સ ભારતની હશે..જ્યારે રેડ ફોર્સ દુશ્મનની વાયુસેનાની મનાશે..22 એપ્રિલ સુધી ચાલનારા આ અભ્યાસમાં દેશને પણ પોતાના અને દુશ્મનના વિસ્તારમાં વહેંચી દેવામાં આવશે,.આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનામાં ફાઈટર પાયલટ બનેલી ત્રણ મહિલા લેફ્ટિનેન્ટ અવની ચતુર્વેદી, મોહના સિંહ અને ભાવના કાંત પણ સામેલ થશે..યુદ્ધની પરિસ્થિતિમાં વાયુસેના કેટલી તૈયાર છે તે હેતુથી આ યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે.