આજે હિમાચલપ્રદેશનો સ્થાપના દિવસ, પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના
Live TV
-
પ્રાકૃતિક સૌદર્યના માલિક અને મહેનતી લોકોથી ભરપૂર રાજ્યની સતત વિકાસની હું કામના કરુ છુ..પીએમનું ટ્વીટ
આજે હિમાચલપ્રદેશનો સ્થાપના દિવસ છે..ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હિમાચલવાસીઓને સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે.તેમણે લખ્યુ છે કે પ્રાકૃતિક સૌદર્યના માલિક અને મહેનતી લોકોથી ભરપૂર રાજ્યની સતત વિકાસની હું કામના કરુ છુ..પીએમનું આ ટ્વીટ ખૂબ રિટ્વીટ થઈ રહ્યુ છે..
હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ "હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય" એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું