આંબેડકરની જન્મજયંતી પર સ્મૃતિ ઈરાનીએ લીધો સ્વાસ્થ્ય શિબિરમાં ભાગ
Live TV
-
આંબેડકરની 127મી જન્મ જંયતી પર અમેઠી ખાતે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિઃશુલ્ક અંત્યોદય સ્વાસ્થ્ય શિબિર કાર્યક્રમમાં ભાગ લીધો .
ભીમરાવ આંબેડકરની 127મી જન્મ જંયતી પર અમેઠી ખાતે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિઃશુલ્ક અંત્યોદય સ્વાસ્થ્ય શિબિર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સભાને સંબોધતા તેમણે કહ્યું કે, કેન્દ્રમાં જ્યારથી તેમના પક્ષની સરકાર બની છે. ત્યારથી તેમની સરકાર ડો. ભીમરાવ આંબેડકરના સપનાં પરિપૂર્ણ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, બાબા સાહેબના યોગદાનની લોકો સુધી માહિતી પહોંચે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. બાબા સાહેબ આંબેડકર વંચિતોને આગળ લાવવાનું કામ કરતા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને તેમની સરકાર કામ કરી રહી છે.