Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં આજ સેંસેક્સ 61,294 પર અને નિફ્ટી 18,232 પર બંધ રહ્યુ

Live TV

X
  • ભારતીય શેરબજારમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ વાળો રહ્યો છે. સેન્સેક્સ 126 આંકના વધારા સાથે 61 હજાર 294 પર બંધ રહ્યો છે. નિફ્ટી 35 આંકના વધારા સાથે 18 હજાર 232 પર બંધ રહ્યો છે. આજે IT, ફાર્મા અને બેંક સેક્ટરે માર્કેટને તેજીનો ટેકો આપ્યો હતો. શેરની વાત કરીએ તો HDFC લાઈફ, પાવર ફાઈનાન્સ, મેટ્રોપોલીસ, RBL બેંક, હેવેલ્સ ઈન્ડિયા અને એક્સીસ બેંક ના શેરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે બંધ રહ્યાં છે. જ્યારે TVS મોટર, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ, શ્રીરામ ફાઈનાંસ, હિંદાલ્કો અને બ્રીટાનીયાના શેરમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે બંધ રહ્યા છે. કોમોડીટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલ 86 ડોલર આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.  MCX પર સોનાનો ભાવ ઉછળીને રૂ. 55 હજાર 600 પ્રતિ તોલા અને ચાંદીનો રૂ. 70 હજાર 800 પ્રતિ કિલોગ્રામ ભાવ બોલાઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply