ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, એક આતંકવાદી ઠાર
Live TV
-
ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલુ છે.
અગાઉ રાજૌરીમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું
ગઈકાલે રાજૌરી જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ જોવાની સૂચના પર, પોલીસ, સેના અને CRPFના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે મોડી સાંજ સુધી કોઈ સફળતા મળી ન હતી, પરંતુ હજુ પણ શોધખોળ ચાલુ છે. થન્ના મંડી તહસીલના ડોરી માલ જંગલમાં ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.