ભારત યુએનના એજન્ડાને પૂર્ણ કરવામાં નિભાવશે પોતાની સંપૂર્ણ જવાબદારી : PM
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુક્યો સંયુક્ત રાષ્ટ્રના સુધારાઓ પર ભાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુંયક્ત રાષ્ટ્રની આર્થિક તેમજ સામાજિક પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકના સમાપન સત્રને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયમાં આયોજીત આ સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સુધારાઓ પર ભાર મુકતા જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા અને પ્રાસંગિક્તાનું અવલોકન કરવા માટે અને તેના વધુ સારા ભવિષ્યના ઘડતર માટે આ સમય યોગ્ય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રની રચનાથી લઈને અત્યાર સુધીમાં ઘણું બધુ બદલાઈ ગયું છે.. બદલાતા આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય અને કોવિડ-19 મહામારીની હાલની પરિસ્થિતિમાં કોરોના મહામારી સામે લડાઈ અને વિશ્વ સંસ્થામાં સુધારો એ સંયુક્ત રાષ્ટ્રના નવા સ્વરૂપના પુર્નજન્મનો અવસર આપે છે..
