રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ શપથ લેશે
Live TV
-
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઇએ રાજ્યસભા ચેમ્બરમાં શપથ લેશે. કાર્યવાહી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિગની કાળજી લેવામાં આવશે. માત્ર એક જ વ્યક્તિને સભ્યની સાથે જવા દેવામાં આવશે.
20 રાજ્યોની 61 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સંસદનું સત્ર ચાલુ ન હોવા છતાં આ પહેલીવાર એવુ હશે કે ચૂંટાયેલા સભ્યો રાજ્યસભા ગૃહમાં શપથ લેશે. રાજ્યસભામાં સોશિયલ ડિસ્ટન્સિગને ધ્યાનમાં રાખીને 67 સભ્યોની બેઠક વ્યવસ્થા છે. રાજ્યસભાના સ્પીકર એમ.વેંકૈયા નાયડુ આ નવા સભ્યોને શપથ લેવડાવશે. રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ સંસદના બંને ગૃહોની સંસદીય સમિતિઓની બેઠક શરૂ થઈ છે અને આ નવા સભ્યોએ તેમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે તે ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
