ભારત 12-13 જાન્યુઆરીએ "ધ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ" કરશે, 120થી વધારે દેશ થશે સામેલ
Live TV
-
ભારતે 12 અને 13 જાન્યુઆરીએ સ્પેશિયલ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનને "ધ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ" નામ આપવામાં આવ્યું છે. આ સંમેલનની થીમ યુનિટી ઓફ વોઈસ, યુનિટી ઓફ પર્પસ રહેશે. આ સમિટ માટે 120થી વધારે દેશને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે, આ સંમેલનથી ભારત વિકાસશીલ દેશોની સમસ્યાઓના સમાધાન માટે એક મંચ ઉપલબ્ધ કરાવવા માંગે છે. કોવિડ મારામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક ખાદ્ય સંકટ, ઊર્જા સંકટ અને ક્લાઈમેટ ચેલેન્જીસ, વિકાસશીલ દેશો માટે આ તમામ સમસ્યાઓ પડકારજનક છે. આ બે દિવસના સંમેલનમાં 10 સત્ર થશે. 2 સત્ર રાષ્ટ્રધ્યક્ષોની વચ્ચે અને 8 સત્ર મંત્રીઓના સ્તરના થશે જે આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ અને વિદેશ મંત્રીઓના વિશેષ સત્ર હશે.
