Skip to main content
Settings Settings for Dark

મણિપુરના નોનેઈ જિલ્લામાં સર્જાયેલ સ્કૂલ બસ દુર્ઘટનામાં 8 વિદ્યાર્થીના મૃત્યુ નોંધાયા 

Live TV

X
  • મણિપુરમાં સર્જાયેલી રોડ દુર્ઘટના અંગે રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નોનેઇ જિલ્લામાં સર્જાયેલી સ્કૂલ બસ  દુર્ઘટનામાં 8 વિદ્યાર્થીના મૃત્યુ નોધાયા છે. સરકારે આ ઘટના પછી વિદ્યાર્થીઓ દ્વારા થતી સ્ટડી ટુર પર પ્રતિબંધ લગાવી દીધો છે. થાંબલ્લુ હાયર સેકન્ડરી શાળાના વિદ્યાર્થીઓને સ્ટડી ટુર માટે લઇ જઇ રહેલી બસના ચાલકે એક વળાંક પર નિયંત્રણ ગુમાવી દેતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. બસમાં 36 વિદ્યાર્થીઓ સવાર હતા.  મુખ્યમંત્રી એન બિરેન  સિંહે હોસ્પિટલ પહોંચીને ઘાયલોના ખબર  અંતર પુછ્યા હતા. મૃતક  વિદ્યાર્થીઓના  કુટુંબીજનો પ્રતિ સંવેદના જાહેર કરતા મુખ્યમંત્રીએ કુટુંબીજનોને રૂપિયા 5-5  લાખ આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ થતાં સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ પણ મૃતકોના કુટુંબીજનોને રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply