સેંસેક્સ 635 અંકના ઘટાડા સાથે 61,067 પર બંધ નિફ્ટી પણ 186 અંકના ઘટાડા સાથે 18199 પર બંધ
Live TV
-
ગઈકાલના સામાન્ય ઘટાડા બાદ આજે શેરબજારમાં મોટુ ગાબડુ પડ્યું છે. સવારે સામાન્ય ઉછાળા સાથે ખુલેલું શેરબજાર દિવસના અંતે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે 289 અંકના ઉછાળા સાથે ખુલેલો સેંસેક્સ 635 અંકના ઘટાડા સાથે 61 હજાર 67 પર બંધ થયો હતો.. તો નિફ્ટી પણ 186 અંકના ઘટાડા સાથે 18 હજાર 199 પર બંધ થયો હતો. જોકે ફાર્મા સેક્ટરમાં આજે તેજી જોવા મળી છે. અપોલો હોસ્પિટલ, સીપલા, સનફાર્માના શેયર્સ આજે ટોપ ગેઇનર્સ રહ્યાં હતા. તો અદાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વે ટોપ લુઝર્સ રહ્યાં હતા, તો અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો પણ આજે નબળો પડ્યો હતો. તો સોનાના ભાવમાં આજે સામાન્ય ઉછાળો નોંધાયો છે.
