Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંમેલનનું ઔપચારિક ઉદધાટન કરશે.

    મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલન શરૂ થયું છે.  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીયમંત્રી ડો. એસ.જયશંકર અને અનુરાગ ઠાકુર તથા  કેન્દ્રીય રાજ્યમંત્રી નિશીત પ્રમાણીતે દીપ પ્રજ્જવલન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંમેલનનું ઔપચારિક ઉદધાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ 10 જાન્યુઆરીએ સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે અને પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કરશે. આ સંમેલનનો વિષય "પ્રવાસી અમૃતકાળમાં ભારતની પ્રગતિમાં વિશ્વસનીય ભાગીદાર" છે. 17 દેશોના 3,500 થી વધુ પ્રવાસી ભારતીયો આ સંમેલનમાં સામેલ થઇ રહ્યાં છે. આ અવસરે કેન્દ્રીયમંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રતિભાશાળી ભારતીયોએ, દુનિયાભરના ટેકપાવર હાઉસમાં ભારતનું નામ રોશન કર્યું છે.

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુરે વિદેશી ભારતીય યુવાનોને ભારતમાં નવીનતા લાવવા અને રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના પ્રથમ દિવસે યુવા સંમેલનને સંબોધતા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, અવકાશ અને ડ્રોન ક્ષેત્ર રોકાણ માટેના નવા ક્ષેત્રો છે. આપત્તિના સમયે આપણે દુનિયા પર નિર્ભર નહોતા. ભારતે માત્ર 200 કરોડથી વધુ રસીના ડોઝ આપવાની સાથે 100 થી વધુ દેશોને રસી પણ આપી છે. આ વખતના પ્રવાસી ભારતીય દિવસનો વિષય ‘ભારતીય મૂળના લોકો અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે ભરોસાપાત્ર ભાગીદાર’ રાખવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply