મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ નવાં ચાર બચ્ચાનો જન્મ થયો
Live TV
-
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ નવાં ચાર બચ્ચાનો જન્મ થયો છે. ગયા વર્ષે 17મી સપ્ટેમ્બરે ભારતમાં સ્થાનાંતરિત કરાયેલ એક માદા ચિત્તાએ આ બચ્ચાંને જન્મ આપ્યો છે. એક ટ્વિટમાં, પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સમાચાર અંગે આનંદ વ્યક્ત કર્યો અને અમૃત કાળ દરમિયાન દેશના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધ કરી. તેમણે પ્રોજેક્ટ ચિતાની સમગ્ર ટીમને આ અંગે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચિત્તાઓને ભારતમાં પાછા લાવવા અને ભૂતકાળમાં કરવામાં આવેલી ભૂલને સુધારવાના અવિરત પ્રયાસોની પ્રશંસા કરી. શ્રી યાદવના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સમાચાર અંગે ખુશી વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે કૂનો નેશનલ પાર્કમાં આઠ આફ્રિકન ચિત્તા લાવવામાં આવ્યા હતા. તેમાં ત્રણ નર અને પાંચ માદા હતા. જેમાંથી એક માદાનું મૃત્યુ થઈ ગયું હતું. પાંચ વર્ષની માદા ચિત્તા સાશા કિડનીની બીમારીથી પીડિત હતી. 22 જાન્યુઆરીએ કિડનીની બીમારીથી પીડિત હોવાની સૂચના મળી હતી. નોંધનીય છે કે ભારતની ધરતી ઉપર આવતાં પહેલાં જ તે કિડનીની બીમારીથી પીડાઇ રહી હતી. નામીબિયામાં તેનું ઓપરેશન થયું હતું, પરંતુ આ વાત સંતાડવામાં આવી હતી.