Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યમંત્રીઓનું પહેલું અખિલ ભારતીય જળ સંમેલન, PM વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી કર્યુ સંબોધન

Live TV

X
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આયોજિત બે દિવસીય સંમેલનનું શીર્ષક છે વોટર મિશન @ 2047

    આજથી મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યમંત્રીઓનું પહેલું અખિલ ભારતીય જળ સંમેલન યોજાયુ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતુ. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આયોજિત બે દિવસીય સંમેલનનું શીર્ષક છે વોટર મિશન @ 2047.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પોણા દસ વાગે આ પરિષદમાં તેમના અવલોકનો – સૂચનો અંગે વાત કરી હતી. ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પરિષદ સાતત્યપૂર્ણ વિકાસ અને માનવ પ્રગતિ માટે જળ સંસાધનોના ઉપયોગની રીતો પર ચર્ચા કરવા નીતી ધડવૈયાઓને મંચ પૂરૂં પાડશે. ઉલ્લેખનીય છે કે, જળ અંગે યોજાયેલી આ પ્રકારની આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ છે. આગામી વર્ષોમાં ભારતની વિકાસયાત્રામાં જળ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે માટે આ પરિષદનો ઉદેશ્ય ઈન્ડિયા @ 2047 માટે રાજ્યોના પ્રતિભાવો મેળવવાનો તથા રાજ્યો સામે મંત્રાલયની યોજનાઓ રજૂ કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply