મનોજસિંહા જમ્મુ-કાશ્મીરના હશે નવા ઉપરાજ્યપાલ
Live TV
-
મનોજસિંહા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, ગિરીશ ચંદ્ર મુર્મૂના રાજીનામાનો રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર
મનોજ સિન્હા જમ્મુ- કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ ભવને આ અંગેની માહિતી આપી છે. મનોજસિંહા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રી રહી ચુક્યા છે. ગાજીપુરથી સાંસદ રહી ચુકેલા સિંહા પૂર્વ ઉત્તરપ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગિરીશ ચંદ્ર મુર્મૂનું રાજીનામું મંજૂર કરી લીધું. મુર્મૂ કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ હતા. તેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. 1985 બેંચના IAS અધિકારી મુર્મૂ ગુજરાત કેડરના અધિકારી છે.
