દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 56,282 કેસ
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56,282 કેસ નોંધાયા, 904 લોકોના મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56,282 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 904 ના મોત સાથે અત્યાર સુધી કુલ 40,699ના મોત નિપજ્યા છે...મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ 19,64,536 કેસ નોંધાયા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 46,121 જેટલા દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ 13,28,336 સ્વસ્થ થયા છે. તેમજ કુલ 5,95,501 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6,64,949 ટેસ્ટ કરાયા હતા. તો દેશમાં અત્યાર સુધી કુલ 2,21,49,351 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
