રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ સહિતના નેતાઓએ દર્દીઓના પરિવારોને પાઠવી સાંત્વના
Live TV
-
પીએમએ વહીવટીતંત્ર તરફથી તમામ સહાયની કામગીરી માટે આપી ખાતરી
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટના પર કોરોનાના દર્દીઓના પરિવારોને સાંત્વના આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. તેમણે એવી પણ પ્રાર્થના કરી છે કે આ અગ્નિકાંડમાં દાઝેલા તથા ઘાયલ થયેલા ઝડપથી સાજા થઈ જાય. આ અંગે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, વહીવટીતંત્ર તરફથી તમામ સહાયની કામગીરી કરવામાં આવી રહી છે.
