મમતા સરકાર ગરીબોની અવગણના કરે છે: અમિત શાહ
Live TV
-
વર્ચુઅલ રેલીના માધ્યમથી ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કર્યા, અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી ગરીબોના કલ્યાણના પર ધ્યાન આપતા નથી. કેન્દ્રની યોજનાનો લાભ બંગાળના ગરીબોને મળી શકતો નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે પશ્વિમ બંગાળમાં વર્ચુઅલ રેલી કરી છે. તેમણે કહ્યું કે, આ પૂર્ણ બહુમતની સરકાર ગરીબ, પછાત અને દલિતોની સરકાર હશે. ભાજપે 60 કરોડ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.એવા લોકોના પરિવારમાં બેન્ક એકાઉન્ટ પહોંચાડવાનું કામ કર્યું, જેમના બેન્કમાં એકાઉન્ટ ન હતા. 31 કરોજ બેન્ક એકાઉન્ટ ખોલાયા હતા. બંગાળની સરકાર પર કેન્દ્રની યોજનાઓ લાગુ ન કરવાનો આરોપ લગાવતા અમિત શાહે મમતા બેનર્જીને પડકાર આપ્યો અને કહ્યું કે, આ રાજકારણની વાત નથી રાજકારણના ઘણા મેદાન છે તમે મેદાન નક્કી કરી લો, બે બે હાથ થઈ જાય. શાહે કહ્યું કે, બંગાળમાં સત્તા બદલાશે અને શપથના એક મિનિટમાં આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઈ જશે. ભારત એક સાથે 100 ઉપગ્રહ છોડવા વાળો પહેલો રાષ્ટ્ર બન્યો. 30 રાજ્યોમાં જીએસટી એક સાથે લાવીને દુનિયાનું પહેલો સૌથી મોટો વેચાણ સુધારો લાગુ કર્યો. ઉરી અને પુલવામામાં હુમલો થયો પરંતુ વડાપ્રધાન મોદીએ એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરી. જેના દ્વારા દુનિયામાં આતંકવાદ પર ઝીરો ટોલરેન્સ નીતિ અપનાવવાનો સંદેશ આપ્યો હતો. દેશના તમામ લોકો ઈચ્છે છે કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A હટાવવામાં આવે. મોદીજીએ 2019માં સંસદમાં બિલ પસાર કર્યુ અને આજે કાશ્મીર ભારતનું મુકુટમણિ બની ગયું છે. દેશના તમામ લોકો ઈચ્છતા હતા કે જ્યાં ભગવાનનો જન્મ થયો હતો ત્યાં જ મંદિર બનાવવામાં આવે. મોદીજીની સરકાર આવી અને કોર્ટ સામે સશક્ત દલીલો કરાઈ શાહે વધુમાં કહ્યું કે, અમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.
