Skip to main content
Settings Settings for Dark

સંઘપ્રદેશ દમણમાં કોરોનાના પ્રથમ 2 કેસ નોંધાયા

Live TV

X
  • મુંબઇથી આવેલા એક પુરુષ અને એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

    સંઘપ્રદેશ દમણ લોકડાઉનના દિવસો અને અનલોક 1 ના દિવસો દરમિયાન ગ્રીન ઝોનમાં રહ્યા બાદ આખરે કોરોનાની ઝપેટે આવ્યું છે. દમણમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની હોવાનું કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું. કોરોનાના કહેરને માત આપવા પહેલા બોર્ડર સિલ કરી, કામદારોને બહાર જતા અને ગુજરાતના લોકોને દમણમાં પ્રવેશતા અટકાવવા સહિત અનેક નીતિ નિયમો લાગુ કરી ઝડબેસલાક કિલ્લાબંધી બાદ પણ આખરે 9મી જૂને દમણમાં કોરોના પોઝિટિવના 2 દર્દીઓ નોંધાતા દમણ પ્રશાસનમાં હડકંપ મચ્યો છે.

    દમણમાં નોંધાયેલ બે કેસ માં એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. બંનેને હાલ મરવડ હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન કરાયા છે. આ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે અને મુંબઈથી આવ્યા બાદ તેઓને ક્વોરન્ટાઇનમાં રાખાયા હતા જ્યાં તેમના સેમ્પલ પોઝિટવ આવ્યા છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીઓ દમણના મીટનાવાડ, ખારીવાડના રહીશ છે. હાલ બંનેના ઘર આસપાસના વિસ્તારને ડિસઇન્ફેક્શન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં કલેકટર, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply