વાસ્તવિક નિયંત્રણ રેખા પર ,ભારત અને ચીન વચ્ચે મતભેદ ઓછા થવાના અણસાર
Live TV
-
પૂર્વી લદ્દાખના કેટલાક સીમાવર્તી વિસ્તારોમાથી ચીનના જવાનો અને વાહનો અઢી કિલોમીટર સુધી ખસ્યા પાછળ
વાસ્તવિક અંકુશ રેખા પર પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે થોડા સમયથી પ્રવર્તી રહેલા મતભેદ ઘટી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. અહેવાલ મળી રહ્યા છે, કે પુર્વ લદ્દાખ વિસ્તારમાં ચીની અને ભારતીય એમ બંને સૈન્યે ત્રણ વિસ્તારમાંથી પાછળ હટી ગઇ છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ ,પોતાના સૈનિકો અને વાહનોને અઢી કિલોમીટર પાછળ ખસેડી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ,ગલબાન વેલી, પેટ્રોલિંગ પોઇન્ટ-15 અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી ,ચીને પોતાના સૈનિકોને ,અઢી કિ.મી, પાછળ ખસેડતાં ,ભારતે પણ પોતાના સૈનિકોને પાછા બોલાવવાનું શરૂ કર્યું હતું. આગળની કાર્યવાહી માટે કમાન્ડર કક્ષાની વાતચીત થશે
