મેઘાલય અને નાગાલેન્ડમા 27 ફેબ્રુઆરી, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન, 2 માર્ચના પરિણામ જાહેર
Live TV
-
ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે મેઘાલય અને નાગાલેન્ડમા 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 2 માર્ચના રોજ ત્રણે રાજ્યોની વિધાનસભાના પરિણામો જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં ત્રણે રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા તારિખો જાહેર કરવામાં આવી છે.
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ત્રીપુરામાં નોટીફિકેશન જાહેર કરવાની તારીખ 21 જાન્યુઆરી છે જ્યારે 30 અને 31 જાન્યુઆરી દરમ્યાન ઉમેદવારો પોતાના ફોમ ભરી શકશે. 2 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેચવી શકશે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડ માં નોટીફિકેશન જાહેર કરવાની તારીખ 31 જાન્યુઆરી છે જ્યારે 07 અને 08 ફેબ્રુઆરી દરમ્યાન ઉમેદવારો પોતાના ફોમ ભરી શકશે. 10 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેચવી શકશે. ત્રીપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં 2 માર્ચના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.
