રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલી શુભકામાઓ પાઠવી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ પ્રસંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના દીર્ઘાયુની કામના કરતાં તેમના દ્વારા લોકહિતના ઉમદા કાર્યો થતા રહે એવી શુભેચ્છાઓ આપી હતી.
ભારતના રાષ્ટ્રપતિ આદરણીય દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ પત્ર પાઠવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. રાજભવન પરિવાર દ્વારા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. રાજ્યપાલના પરિવારજનોએ પણ આ પ્રસંગે રક્તદાન કર્યું હતું.
