મેધાલયમાં કોંગ્રેસની અપેક્ષાઓ પર પાણી, ભાજપ બની ગેમચેન્ચર
Live TV
-
મેઘાલયમાં NPPએ ભાજપ અને અન્ય પક્ષો સાથે મળી સરકાર બનાવવાનો કર્યો દાવો-રાજ્યપાલ ગંગાપ્રસાદ સાથે કરી મુલાકાત -રાજ્યપાલે 6 માર્ચે સરકાર રચવા માટે આપ્યું આમંત્રણ -નાગાલેન્ડમાં NDPPએ પણ ભાજપ સાથે મળી સરકાર રચવાનો કર્યો દાવો
ઉત્તર-પૂર્વ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાં પછી સરકાર રચવાની ક્વાયત શરૂ થઈ ગઈ છે. મેઘાલયમાં સત્તા કોંગ્રેસના હાથથી સરકી ગઈ છે. કોંગ્રેસ અહીં સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવ્યો છે. છતાં પણ તે સરકાર બનાવવામાં અસફળ બની રહેશે. તેવું દૃશ્યમાન થાય છે. ગઈકાલે ,એનપીપીએ ,સહયોગીઓની સાથે રાજ્યપાલ ગંગાપ્રસાદની મુલાકાત કરી ,સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે છ માર્ચે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. તો હવે ચિત્ર એવું છે કે, રાજ્યમાં એનપીપી, બીજેપી અને યુડીપીના સમર્થનથી ,સરકાર બનવા જઈ રહી છે. એનપીપીના ,સંગમા ,મેઘાલયના મુખ્યમંત્રી બનશે. રાજ્યમાં કોઈ ઉપ મુખ્યમંત્રી નહીં હોય. જોકે મેઘાલયમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. કોંગ્રેસને 21 બેઠકો, એનપીપીને 19, બીજેપીને બે બેઠકો મળી છે.