પૂર્વોત્તરની જનતાએ નફરતની રાજનીતિને નકારી : પીએમ
Live TV
-
ભારતને યુવા શક્તિને સશક્ત કરવાની જરૂરીયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રી, કર્ણાટકમાં રામકૃષ્ણ મિશન કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમકુરમાં યુવા સંમેલનને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. યુવાઓ સાથે સીધો સંવાદ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુવાઓના સશક્તિકરણની તાતી જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાયેલા પગલાઓ અંગે પણ યુવાઓને જાણકારી આપી હતી. આ સાથે જ પીએમ મોદીએ પૂર્વોત્તરના રાજ્યો યોજાયેલી ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વોત્તરની જનતાએ નફરતની રાજનીતિને નકારી છે.
કર્ણાટકના તુમકુરમાં રામક્રિષ્ન આશ્રમના રજત જ્યંતિના અવસર પર યુથ પાવર અ વિઝન ફોર ન્યુ ઈન્ડિયા નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ યુવાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક