પૂર્વોત્તરમાં પણ કમળ ખીલ્યું, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ બનાવશે સરકાર
Live TV
-
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે ત્રિપુરામાં 25 વર્ષના શાસસને ઉખાડી ફેંક્યું છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટી IPFTએ 43 સીટ પર કબજો મેળવ્યો છે. નાગાલેન્ડમાં પણ ભાજપ સરકાર બનાવવા માટે તૈયાર છે.
પૂર્વોત્તરના 3 રાજ્યમાં યોજાયેલી ચૂંટણી પરિણામો ઐતિહાસિક આવ્યા છે. ભાજપને મતદારોએ એટલા આશિર્વાદ આપ્યા કે, ભાજપ હવે ત્રિપુરા અને નાગાલેન્ડમાં સરકાર બનાવશે. ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે.
ત્રિપુરામાં ભાજપ અને IPFT એ 25 જુની ડાબેરીઓના ગઢમાં ગાબડુ પાડી દીધું છે. રાજ્યમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટને બહુમત જેટલી સીટ મળી છે. માત્ર ભાજપ એકલા હાથે 35 સીટ જીતી છે. જ્યારે ઈન્ડિજિનિયસ પીપુલ્સ ફ્રંટ ઑફ ત્રિપુરાએ પણ 16 સીટ જ્યારે સીપીઆઈએમેને 8 સીટ મળી છે.
મેઘાલયમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર છે. જોકે કૉંગ્રેસ પાર્ટીએ 21 સીટ જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ વિન્સેન્ટ પાલા, જેમ્સ લિંગદોહ, કૉંગ્રેસના મહાસચિવ સીપી જોશીએ રાજ્યપાલ ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરી મેઘાલયમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યમાં નેશનલ પીપલ્સ પાર્ટીને 19 સીટ જ્યારે ભાજપને 2 સીટ મળી છે.
નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ છે. ભારતીય જનતા પાર્ટીને 11 સીટ મળી છે જ્યારે સહયોગી પાર્ટ નાગા પીપલ્સ ફ્રંટને 27 સીટ મળી છે. ટૂંકમાં એમ કહી શકાય કે પૂર્વોત્તરમાં હવે ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી છે. પૂર્વોત્તરમાં ભાજપની ભવ્ય જીતથી હવે દેશમાં ડાબેરીઓનો સફાયો થતાં જીતની ઉજવણી કરાઈ છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક