ભારત-વિયેટનામ વચ્ચે ન્યૂક્લિયર સહિત 3 સમજૂતી પર હસ્તાક્ષર
Live TV
-
ભારત અને વિયેટનામ વચ્ચે આર્થિક ક્ષેત્ર અને વ્યાપાર, ન્યૂક્લિયર તેમજ કૃષિના ક્ષેત્રે ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર
વિયેટનામના રાષ્ટ્રપતિ દાન-ત્રાન-દાઇ-ક્વાંગ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે, ત્યારે બન્ને દેશ વચ્ચે મહત્વપૂર્ણ ત્રણ સમૂજતી પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે હેદ્રાબાદ હાઉસ ખાતે તેમણે વાતચીત કરી હતી.
હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને ક્વાંગની ઉપસ્થિતિમાં આર્થિક ક્ષેત્ર અને વ્યાપાર, ન્યૂક્લિયર તેમજ કૃષિના ક્ષેત્રે ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. વિયેટનામ આસિયાન દેશોનું પણ સભ્ય છે ત્યારે બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ સાધીને આગળ વધશે.
દ્વિપક્ષીય વાતચીત બાદ સંયુક્ત પત્રકારને સંબોધતા વિયેટનામના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારત અને વિયેટનામ વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયો છે.
આ પહેલાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ વિયેટનામના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્ર અને સુરક્ષાને લગતાં સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ અગાઉ રાષ્ટ્રપતિ ભવન ખાતે વિયેટનામના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અને પી.એમ મોદીની ઉપસ્થિતીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.