Skip to main content
Settings Settings for Dark

મોદી સરકાર 2.Oને એક વર્ષ પૂર્ણ થવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર

Live TV

X
  • પત્રમાં કહ્યુ અર્થવ્યસ્થાને પાટા પર લાવવા ભારત વિશ્વ સામે ઉદાહરણ કરશે રજૂ.પ્રધાનમંત્રીએ જનતાનો આભાર વ્યક્ત કરતા દેશના લોકતંત્રની સામુહિક શક્તિને સમગ્ર વિશ્વ માટે બનાવી મિસાલ

    પત્રમાં પ્રધાનમંત્રીએ કહ્યું ભારત અવશ્ય બનશે આત્મનિર્ભર અને પોતાની ક્ષમતાઓના જોર પર વધશે આગળ. પ્રધાનમંત્રીએ કહ્યુ આત્મનિર્ભર ભારત અભિયાન દરેક દેશવાસીઓ માટે નવા અવસર લઇને આવશે. સ્થાનિક ઉત્પાદકોના દમ પર ભારત આયાત પર પોતાની નિર્ભરતા કરશે ઓછી.

    મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ આજે પુરૂ થવા જઇ રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ ને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં થયેલા કાર્યની વિગતો પુરી પાડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં ખેડૂતો, શ્રમિકો , ગરીબો અને વંચિતો માટેની સરકારની યોજનાઓ ઉપરાંત તેમની સામાજિક, રાજકીય અને આર્થિક પ્રગતિ માટે સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસોની વાત કરી છે. પત્રના માધ્યમથી ન્યૂ ઇન્ડિયા સંબંધી ભારતની દૂરોગામી યોજના અંગેના પોતાના દ્રષ્ટિકોણને તેમણે પણ વાચા આપી હતી. પત્રમાં ઉલ્લેખિત મહત્વની 20 બાબતો પર નજર કરીએ તો પ્રધાનમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે દેશનો વર્ષ 2019નો જનાદેશ દેશના મોટા સપના સાકાર કરવા માટેનો હતો. વીતેલા વર્ષમાં લીધેલા નિર્ણયોએ આ સપનાને સાકાર કર્યા.

    સબકા સાથ, સબકા વિકાસ , સબકા વિશ્વાસના મંત્રને મુદ્દે દેશ તમામ દિશામાં આગળ વધ્યો. આર્ટિકલ 370ની નાબુદી, રામમંદિર નિર્માણ, ટ્રિપલ તલાક કાયદા, નાગરિકતા સુધારા કાયદો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફપદ ઉભું કરવા જેવા નિર્ણય લેવામાં આવ્યા

    ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોનું સશક્તિકરણ અમારી સરકારની પ્રાથમિકતા. પત્રમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધી યોજના હેઠળ એક વર્ષમાં દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં 72 હજાર કરોડથી વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા જળ જીવન મિશનનો આરંભ થયો. ખેડૂત, ખેતમજૂરો, નાના દુકાનદાર અને અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે માસિક પેન્શનની સુવિધા શરૂ થઇ સંસદે પોતાના કાર્યોનો વર્ષો જૂનો રેકર્ડ તોડ્યો. ગ્રાહક સુરક્ષા કાયદો, ચિટફંડ કાયદામાં સુધારો, દિવ્યાંગો- મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા પ્રદાન કરતા કાયદા બન્યા દેશવાસીઓને નામ પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે સરકારના નિર્ણયોને કારણે શહેરો અને ગામડા વચ્ચેની ખાઇ ઘટી છે. પહેલી જ વાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા શહેર કરતાં ગામડામાં વધી છે. સરકારે ચોવીસે કલાક પુરી સતર્કતા સાથે અને સજાગપણે કામ કરીને નિર્ણયો લીધા. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે કોરોના સંકટકાળમાં વિશ્વના સંપન્ન દેશોની તુલનામાં ભારતવાસીઓનું સામુહિક સામર્થ્ય અને ક્ષમતા અભૂતપુર્વ જોવા મળ્યું. કોરોના સંકટ સામે પ્રભાવશાળી લડત આપવામાં આવતાં , વિશ્વ સમુદાયના ભારતને જોવાના દ્રષ્ટિકોણમાં પણ બદલાવ આવ્યો. જનતા કરફ્યુ અને દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશવાસીઓએ બતાવી આપ્યું કે એક ભારત જ શ્રેષ્ઠ ભારતની ગેરંટી છે. આ દરમિયાન શ્રમિકો, પ્રવાસી મજૂરો, નાના ઉદ્યોગોના કામદારોએ અમર્યાદીત કષ્ટ સહ્યા. તેમની મુશ્કેલીઓના નિવારણ માટે બધાએ મળીને પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે કોરોના સંકટકાળમાં ભારતે અન્ય દેશોની તુલનામાં વધુ સારી રીતે પરિસ્થિતીને સંભાળી છે. આવા સંજોગોમાં દિશાનિર્દેશોનું પાલન અને ધીરજ જાળવવી જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે પોતાના પગ પર ઉભા રહેવું તે સમયની માગ છે. આત્મનિર્ભર ભારત અભિયાન માટે રૂપિયા 20 લાખ કરોડનું પેકેજ કર્યું છે જાહેર. આત્મનિર્ભર ભારત અભિયાન તમામ દેશવાસી માટે નવી તક લઇને આવશે. સ્થાનિક ઉત્પાદનોને સહારે ભારત પોતાની આયાત નિર્ભરતામાં ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે દેશની સમસ્યાને ઠીક કરવા માટે હું રાત- દિવસ પ્રયાસ કરી રહ્યો છું. દેશવાસીઓનો પ્રેમ અને આશીર્વાદ મારા સંકલ્પની ઉર્જા છે. 130 કરોડ ભારતવાસીઓનું વર્તમાન અને ભાવિ કોઇ આપત્તિ નક્કી ના કરી શકે. આપણે આપણું વર્તમાન અને ભાવિ પોતે નક્કી કરીશું. પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને કોરોના કાળમાં - સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ, જાગૃત રહીએ - જેવો સંદેશો પણ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply