Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથસિંહે ફીક્કીના 95માં વાર્ષિક સામાન્ય બેઠકમાં કર્યું સંબોધન

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથસિંહે ફીક્કીના 95માં વાર્ષિક સામાન્ય બેઠકમાં કર્યું સંબોધન કર્યું હતું. અહીં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે ભારત આજે વિશ્લની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે. જ્યારે વર્ષ 2014માં દુનિયાની નવમી અર્થ વ્યવસ્થા હતી. જે દર્શાવે છે ભારત હવે સુપરપાવરની રેસમાં છે. ભારત વિશ્વ કલ્યાણ માટે સુપરપાવર બનવા ઇચ્છે છે. આજે ભારત દુનિયા માટે આશા અને વિશ્વાસનું કેન્દ્ર બન્યુ છે.

    ભારતમાં જનધન યોજના હેઠળ 46 કરોડ જેટલા બેંક એકાઉન્ટ ખોલીને ભ્રષ્ટ્રાચારને કાબુમાં રાખવામાં મોટી સફળતા મેળવી હોવાની સાથે સાથે તેમણે ભ્રષ્ટ્રાચારની સામે સીસ્ટમમાં બદલાવ કરવાના બદલે  દરેકે વિચારમાં પરિવર્તન કરવાની જરૃરિયાત પર ભાર મુક્યો હતો. આગામી 25 વર્ષ આઝાદીના અમૃત કાળ તરીકે ઉજવવાનો નિર્ણય કરવાની સાથે દેશની અર્થવ્યવસ્થાને એક નવી દિશામાં લઇ જવા માટેની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.પહેલા એવું કહેવામાં આવતુ હતું કે 100 પૈસા સરકારે આપે તે પાંચ પૈસા ગરીબ સુધી નહોતા પહોંચતા હવે  100 પૈસા ગરીબોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply