Skip to main content
Settings Settings for Dark

સરકાર દવા ઉદ્યોગોને, કાચા માલનો પુરવઠો પૂરો પાડવા ત્રણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપશે

Live TV

X
  • સરકાર હવે ફાર્મા ઉદ્યોગ પર ફોકસ વધારવાનું વિચારી રહી છે. આ માટે સરકારે ફાર્મા ઉદ્યોગને કાચા માલનો પૂરવઠો પૂરો પાડવા દેશમાં ત્રણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાનું વિચારી રહી છે. રસાયણ અને ખાતરમંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સરકાર દવા ઉદ્યોગોને, કાચા માલનો પુરવઠો પૂરો પાડવા દેશભરમાં ત્રણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપી રહી છે. 
    જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. માંડવિયાએ જણાવ્યું કે, 13 રાજ્યોએ ડ્રગ પાર્ક સ્થાપવા માટે અરજી કરી હતી અને તમામ ઉપલબ્ધ માપદંડોની સમીક્ષા કર્યા બાદ સમિતિએ ત્રણ સ્થળોની પસંદગી કરી છે.
    માંડવિયાએ જણાવ્યું કે, કોવિડ સમયગાળા દરમીયાન દવાઓના ઉત્પાદન માટે કાચા માલની મુખ્યત્વે આયાત કરવી પડતી હતી. જેથી બલ્ક ડ્રગ પાર્કની જરૂર હતી. આવા બલ્ક ડ્રગ પાર્કથી દવા ઉદ્યોગોમાં કાચા માલ માટે અન્ય દેશોની નિર્ભરતા ઘટશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply