પ્રધાનમંત્રી મોદી શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં આપશે હાજરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે. પૂર્વોત્તર પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી રૂ. 6,800 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં હાઉસિંગ, રોડ, એગ્રીકલ્ચર, ટેલિકોમ, આઈટી, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી અગરતલામાં PMAY - શહેરી અને ગ્રામીણ - યોજનાઓ હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. તેઓ ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. જયારે શિલોંગ – ડિએન્ગપાસોહ રોડનું ઉદ્ઘાટન કરશે, જે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપ અને શિલોંગની અવરજવરને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેઓ ત્રણ રાજ્યોમાં ચાર અન્ય રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આનંદનગર ખાતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટ અને અગરતલા સરકારી ડેન્ટલ કૉલેજનું પણ ઉદ્ઘાટન કરશે.
