રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન, સાંજે જ જાહેર થશે પરિણામ
Live TV
-
આજે યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણીને લઈને વિધાનસભામાં મતદાનની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. જે ધારાસભ્યો મતદાન કરવાના છે. તેમના પ્રવેશથી લઇને બહાર નિકળવા સુધીની તમામ વ્યવસ્થા સુચારુ રીતે પાર પાડવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, કોરોના મહામારીની સ્થિતિને જોતા, જો કોઇ ધારાસભ્યોમાં કોરોનાના સામાન્ય લક્ષણ દેખાશે, તો તેમને લઇને પણ અલગ મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત જે ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમના માટે પણ અલગ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે ,મેડિકલ સ્ટાફની ટીમને ખડેપગે રાખવામાં આવી છે અને દરેક ધારાસભ્યનું ડિજીટલી ટેમ્પ્રેચર પણ ,માપવામાં આવશે. તો સમગ્ર મતદાન પ્રક્રિયાનું સીસીટીવી અને વેબકાસ્ટના માધ્યમથી દિલ્હીમાં પણ નિરિક્ષણ કરવામાં આવશે.
દેશના 8 રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની 19 બેઠકો માટે ,આજે મતદાન થવાનું છે. જેમાં આંધ્રપ્રદેશની 4 બેઠક માટે ,5 ઉમેદવાર મેદાનમાં છે. તો ગુજરાતની 4 બેઠકો માટે પણ ,5 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની 3 બેઠક, રાજસ્થાનની 3., ઝારખંડમાં 2, મણિપુર, મેઘાલય અને મિઝોરમની 1-1 બેઠક માટે ,ચૂંટણી યોજાઈ રહી છે. આજે યોજાનારૂં મતદાન ,સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ચાલશે ,અને સાંજે પાંચ વાગ્યા બાદથી ,મતગણતરી શરૂ થશે.
