રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 969 માનવ તસ્કરી વિરુધ્ધ એકમોની સ્થાપના કરવામાં આવી
Live TV
-
વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 969 માનવ તસ્કરી વિરુધ્ધ એકમોની સ્થાપના કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. વધુમાં અજય મિશ્રાએ જણાવ્યું હતુ કે, સરકારે હાલ કાર્યરત માનવ તસ્કરી એકમોને મજબૂત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓને આવરી લેતા નવા એકમોની સ્થાપના માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 100 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી છે.
