Skip to main content
Settings Settings for Dark

કોરોના અપડેટઃ 24 કલાકમાં કોરોનાના 1,72,433 નવા કેસ નોંધાયા, 1008 દર્દીઓના મૃત્યુ

Live TV

X
  • હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,72,433 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2,59,107 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1008 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,97,70,414 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 15,33,921 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 15,69,449 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં 73.41 કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 12.98 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 10.99 ટકા છે. હાલ દેશનો કોરોના રિકવરી રેટ 95.14 ટકા પર પહોંચ્યો છે. 

    કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 55,10,693 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,67,87,93,137 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply