Skip to main content
Settings Settings for Dark

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુય ૧૩.૩૨ કરોડ COVID-19 રસી ઉપલબ્ધ

Live TV

X
  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 161.47 કરોડથી વધુ રસી ફાળવવામાં આવી. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ પણ 13.32 કરોડથી વધુ વધારાની અને નહિ વપરાયેલ ડોઝ છે.

    કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણના કવરેજને વિસ્તૃત કરવા અને લોકોના રસીકરણની ગતિને વેગ આપવા પ્રતિબદ્ધ છે. કોવિડ-19 રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે 21 જૂન 2021થી નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. વધુ ને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ઝડપ વધારવામાં આવી છે.

    આ હેઠળ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીની ઉપલબ્ધતા વિશે અગાઉથી માહિતી આપવામાં આવે છે, જેથી તેઓ રસીની વધુ સારી રીતે યોજના બનાવી શકે અને રસીની સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરી શકે. રાષ્ટ્રવ્યાપી રોગપ્રતિરક્ષા અભિયાનના ભાગરૂપે, કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોવિડ રસી આપીને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. રસીની સાર્વત્રિક ઉપલબ્ધતાના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી મેળવશે અને તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં પ્રદાન કરશે.

    અત્યાર સુધીમાં, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 161.47 કરોડ (1,61,47,69,885) થી વધુ ડોઝ મફત અને સીધી રાજ્ય સરકારની પ્રાપ્તિ ચેનલો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે COVID-19 રસીના 13.32 કરોડ (13,32,44,836) થી વધુ વધારાના અને ન વપરાયેલ ડોઝ ઉપલબ્ધ છે, જેનું સંચાલન થવાનું છે.

    23 જાન્યુઆરી, 2022 સુધીમાં 1,61,47,69,885 સપ્લાય કરાયો છે, જેમાંથી 13,32,44,836 રસીઓ વધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply