30મી જાન્યુઆરીએ સાડા અગિયાર વાગ્યે પ્રસારિત થશે મન કી બાત કાર્યક્રમ
Live TV
-
આગામી 30મી જાન્યુઆરીએ પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ આ વખતે સાડા અગિયાર વાગે પ્રસારિત થશે. ત્રીસમી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે યોજાનાર કાર્યક્રમ બાદ મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે.
નવા વર્ષના પહેલા મન કી બાત કાર્યક્રમ માટે આગામી 28મી જાન્યુઆરી સુધી માય- GOV- મંચ ઉપર અથવા નામો એપ દ્વારા લોકો તેમના વિચારો અથવા મુદ્દાઓ જણાવી શકશે. એવી જ રીતે ટોલ ફ્રી નંબર 1800-11-7800 ઉપર લોકો તેમાના વિચારો હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરાવી શકશે. આ પૈકી કેટલાક સંદેશાઓને મન કી બાત માં સ્થાન મળી શકે છે.
