કોરોના વધતાં 31મી જાન્યુઆરી સુધી જનસભા, રેલી કે રોડ શો પર પ્રતિબંધ
Live TV
-
ચૂંટણી પંચ દ્વારા જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યાં 31મી જાન્યુઆરી સુધી જનસભા, રેલી કે રોડ શો પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ચૂંટણીપંચ દ્વારા કેન્દ્રિય આરોગ્ય સચિવ અને ચૂંટણી યોજાવાની છે તે પાંચ રાજ્યોના મુખ્ય સચિવ તેમજ આરોગ્ય સચિવ સાથે વર્ચુઅલ બેઠક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્ર તેમજ ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર અને અનુપચંદ્ર પાંડેએ ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના આરોગ્ય સચિવો સાથે કોવિડ સંદર્ભે વ્યાપક ચર્ચા કરી હતી.
