Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે સુભાષચંદ્ર બોઝની જયંતિ પર તેમની પ્રકાશ પ્રતિમા હોલોગ્રામનું અનાવરણ કરશે

Live TV

X
  • રાષ્ટ્ર આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પરાક્રમ દિવસનારૂપે ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે તેમની પ્રકાશ પ્રતિમા હોલોગ્રામનું અનાવરણ કરશે. નેતાજીની 125 મી જયંતિ પર વર્ષભર ચાલનાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રેનાઇટથી બનેલ આ પ્રતિમા સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીના મહાન યોગદાન પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ હશે. 

    પ્રતિમાનું કામ પુરૂ થવા પર, તે સ્થળે નેતાજીની હોલોગ્રામ પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવશે. હોલોગ્રામ પ્રકાશ પ્રતિમાને 30 હજાર લુનન પ્રોજેક્ટરથી સંચાલિત કરવામાં આવશે. હોલોગ્રામ પ્રતિમા 28 ફુટ ઊંચી અને 6 ફુટ પહોળી છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વર્ષ 2019, 2020, 2021 અને 2022 માટે "સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પુરસ્કાર" પ્રદાન કરશે. આ પુરસ્કારની જાહેરાત દર વર્ષે 23 જાન્યુઆરીએ કરવામાં આવે છે. પુરસ્કારમાં એક સંસ્થાને રૂપિયા 51 લાખ રોકડ અને પ્રમાણપત્ર તેમજ એક વ્યક્તિને રૂપિયા 5 લાખ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. સમારોહમાં કુલ 7 પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply